તાપી: વાલોડ તાલુકામાં બેડકુવા ગામે ઉમરી ફળિયા ખાતે રહેતા રાહુલભાઈ પ્રવીણભાઈ ગામીતના ઘર પાસે દીપડો દેખાડતા હોવાની જાણ આજુબાજુના લોકોને થઈ હતી, જેમાં ઘર નજીક દિપડો દેખાતા લોકોમાં ભય ફેલાયો હતો.આ અંગેની જાણ વાલોડ વન વિભાગને કરવામાં આવી હતી.

વન વિભાગના કર્મચારીઓ દ્વારા સ્થળ તપાસ કરી દીપડાના પગના નિશાનને આધારે દીપડાની અવરજવર હોવાનું જાણ્યું હતુંવન વિભાગ એ તા. 30/08/2025 ના રોજ પાંજરો દીપડાને પાંજરે પુરવા માટે મારણ સાથે પાંજરુ મૂકવામાં આવ્યુ હતુ, રાત્રે દીપડાએ પાંજરા નજીક આટા ફેરા માર્યા હતા અને આખરે મળસ્કે 5 કલાકે મારણની લાલચમાં પાંજરામાં આવતા દીપડી પાંજરે પુરાઈ હતી.

દીપડી 4 વર્ષની દીપડી પાંજરે પુરાયેલ હોવાની જાણ સરપંચ દ્વારા વનવિભાગ અને આરસીએસજીના સભ્ય ઇમરાન વૈદને કરતા બેડકુવા ગામ પહોંચી વાલોડ વન વિભાગના કર્મચારી સંદીપ ચૌધરી સાથે પાંજરાનો કબ્જો લઇ વાલોડ વનવિભાગની નર્સરી પર મુકેલ છે.