ઝઘડીયા: આજરોજ ઝઘડીયા તાલુકાના તાલુકા પંચાયત કચેરી ખાતે આજે રોજ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વ સહાય જુથો માટે બેંક લિંકેજ અન્વયે કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમા 100 જેટલા સહાય જુથોના બહેનો ઉપસ્થિત રહ્યા.

આ યોજના સ્વ સહાય જુથોને રીવોલ્વીગ ફંડ ની 1.14 લાખ ની સહાય , કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ ૫૫.૫૦લાખની સહાય અને કેશ ક્રેડિટ 400.90 લાખની સહાય ચાલુ નાણાકીય વર્ષ 2024-25 થકી બહેનોને સ્થાનિક રીતે રોજગારનું ઉપાર્જન કરી શકાય સાથે આરસેટીના માધ્યમથી તાલીમ આપવાનું આર્થિક રીતે પગભર થઈ શકે તેવા યોજનાકીય માહિતી આપી હતી. લખપતિ દીદી, ડ્રોન દીદી, કૃષિસખી, પશુસખી, આત્મ નિર્ભર ભારત સંદર્ભ માહિતી આપવામાં આવી હતી. સાથે 28 જેટલાં સ્વ સહાય જુથોને 40 લાખનું ચેક વિતરણ કરવામાં આવ્યું સાથે બેંક સખી નિમણુંક બી.જી.જી.બી ગોવાલી અને બેન્ક ઓફ બરોડા આપવામાં આવી છે.

આ કાર્યક્રમ ઉપસ્થિત તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્રભાઇ વસાવા, તાલુકા ઉપપ્રમુખ સોનલબેન રાજ, ડી.આર.ડી.એ તરફથી આશિષભાઇ પ્રજાપતિ, ATDO કિરણ વસાવા, સર્કલ ઓફિસર ભગતસિંહ વસાવા તેમજ તાલુકા લાઇવલીહુડ મેનેજર વિજય વસાવા અને એન.આર.એલ.એમ સ્ટાફની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો.