વલસાડ: અમારા જિલ્લામાં ઘણા સમયથી નેશનલ હાઇવેના રસ્તાઓ ગંભીર હાલતમાં છે કે લોકો વારંવાર આ રસ્તાઓની રોજ પીડા સહન કરી રહ્યા છે! નેશનલ હાઈવેનો ડિપાર્ટમેન્ટ અને ઓફિસરો આના પર કંઈ જ મેન્ટેનન્સની જાળવણી માટે કાર્ય નથી કરી રહ્યા દર વખતે સમયસર કામ થતું જ નથી અને હાલ પણ એવું જ થઈ રહ્યું છે તો શું અમારા વિસ્તારના સાંસદ ધવલભાઇ તમામ કાર્યોમાં લોકો માટે એક્ટિવ હોય છે પરંતુ આ મુદ્દે કેમ ચૂપ છે કારણ કે એ લોકોની ફરિયાદ આપતા પણ જોડ નેશનલ હાઇવેના ડિપાર્ટમેન્ટ દ્વારા આ રોડ રસ્તાનું મેન્ટેનન્સની જાળવણી ન કરવામાં આવતી હોય તો, આ વિભાગ પર એક્શન કેમ ના લે, મને એવું લાગે કે હવે નેશનલ હાઈવેના અધિકારીઓ ફોરેન ટ્રીપ પર ગયા છે અથવા તમને કોઈ પ્રમોશનમાં સારા એવા ચશ્મા મળ્યા છે એ તમામ ખાડા વાળા રસ્તાઓ એમને એકસમાન સપાટીવાળા સપાટ દેખાય છે.

આજે ઘણા લોકો તો એમના રોજગારો પણ બંધ કર્યા છે જેવો ઇન્ડસ્ટ્રીલ એરિયા વાપી જવા દૂર દૂર સુધી જતા હતા જે રસ્તાને કારણે મજબૂર બની ગયા છે લોકો તેમજ વાહન ચાલકો જેવા કે કંપનીમાં જતા ટેક્સી ચાલકો તો એટલા મજબૂર છે કે એમને આવક જે આવે છે એ તો પૂરેપૂરી મેન્ટનેસમાં જ જાય છે. ગયા વર્ષે પણ એવું જ થયું હતું અને આ વર્ષે પણ આવું જ જોવા મળી રહ્યું છે નેતાઓ પણ આજે મને લાગે કે નિષ્ફળ છે કારણ કે એમને પણ લોકોની વારંવાર રજૂઆત કરતા છતાં પણ કોઈ સંવેદનશીલ ગતિવિધિ જોવા નથી મળી.

તેમજ આ વિષયમાં કલેકટર પણ નિષ્ફળ સાબિત થઈ ગયા છે. એમના સૂચના પ્રમાણે પણ કાર્ય પૂરું ન થયું અને મેન્ટેનન્સ પણ ન થયું. 10 દિવસ આપ્યા બાદ1.5 મહિનો થયો પણ એજ હાલ છે.સરકારે હવે આ નેતાઓને પણ લક્ઝરી કારના બદલે એક દિવસ બાઈક પર એક દિવસ રિક્ષામાં એક દિવસ બસમાં એક દિવસ કંપનીમાં જતા ટેક્સી ચાલકો તેમજ એક દિવસ બસમાં મુસાફરી કરવી જોઈએ ત્યારે ખબર પડે આવી પરિસ્થિતિ જે રસ્તાની છે તો તેમાં લોકોને તેવી ગંભીર પરિસ્થિતિથી પીડાઈ રહ્યા છે એ ખબર પડે. હવે ક્યારે રોડ રસ્તા રિપેર થશે મારા વલસાડ જિલ્લાના તમામ નેશનલ હાઇવે! નૅશનલ હાઇવે નબર – 56, 848 , 48.