પ્રતિકાત્મક ફોટોગ્રાફ

ચીખલી: ચીખલીના ઘેજ ગામના ગોડાઉન પીએચસી સેન્ટર પાસે રાત્રિના સમયે દીપડો દેખાતા સ્થાનિકો શખ્સ દ્વારા પોતાના મોબાઈલના કેમેરામાં વીડિયો ઉતારી લીધો હતો. જોકે પીએચસી પાસે દીપડો દેખાતા ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

આ બનાવ અંગેની જાણ ગામના સરપંચ રાકેશભાઇ પટેલ દ્વારા ચીખલી વન વિભાગને કરાતા જરૂરી સર્વે કરી પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે થોડા સમય પૂર્વે જ આ વિસ્તારમાં દીપડો દેખાતા પાંજરું ગોઠવ્યું હતું.

હાલ ગામના સોશિયલ મીડિયા ગ્રુપમાં સાવચેતી અંગેના મેસેજ પહોંચાડી તકેદારી રાખવા સૂચનો કરાયા હતા.તલાવચોરા ગામે એક દિવસ પૂર્વે જ જાહેર માર્ગ પર દીપડો લટાર મારતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વહેતો થયો હતો.