વલસાડ: વલસાડના સાંસદ ધવલભાઇ પટેલે નેશનલ સ્પોર્ટસ ડે નિમિત્તે સાંસદ ખેલ મહોત્સવ પોર્ટલનો શુભારંભ કર્યો. સંસ્કાર કેન્દ્ર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિધાનસભ્યો, જિલ્લા પ્રમુખો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ખેલાડીઓ 29 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર સુધી www.sansadkhelmahotsav.in પર રજીસ્ટ્રેશન કરાવી શકશે.

કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટર હેમિલ પટેલ અને વિશ્વસ્તરીય મેડલ વિજેતા યઝદી ચિનોઇનું સન્માન કરવામાં આવ્યું હતું.સાંસદે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ “ખેલશે ગુજરાત, રમશે ગુજરાત” યોજનાથી યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધ્યો છે. વલસાડ-ડાંગના ખેલાડીઓને પ્રોત્સાહન માટે એથલેટિક્સ ખેલાડીઓ સરિતા ગાયકવાડ અને મુરલી ગાવિંતની સહાય લેવાશે.

પોર્ટલ પર એથલેટીકસ, કબડ્ડી, ખોખો, વોલીબોલ, રસ્સાખેંચ, ટેબલટેનીસ, બેડમિન્ટન, સ્વીમીંગ, સ્કેટીંગ અને સાયકલિંગમાં ભાગ લઈ શકાશે. કાર્યક્રમમાં “ફિટ ઈન્ડિયા” પ્રતિજ્ઞા લેવામાં આવી. સ્પર્ધાનું સમાપન પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ 25 ડિસેમ્બરે “સુશાસન દિવસ”ના રોજ કરવામાં આવશે.