પારડી: પારડીના ગોઈમા ગામે ફોરેસ્ટ વિભાગની જમીનમાંથી ખેર તથા સાગના વૃક્ષોની સતત ચોરી થતી હોવાના આક્ષેપ વચ્ચે ગત બુધવારે વહેલી સવારે ગામજનોએ ડેપ્યુટી સરપંચ મિતેશ પટેલ અને પંચાયત સભ્ય વિજય પટેલની ટીમ આગેવાનીમાં ખેરના લાકડાની ચોરી કરતા ત્રણ તસ્કરને રંગેહાથ ઝડપાયા હતા.ગોઈમા કોલક નદી કિનારે ફોરેસ્ટ વિભાગની જમીનમાંથી છેલ્લા કેટલાક મહિનાથી વારંવાર ખેર તથા સાગના વૃક્ષોનું કાપકાપણી કરી લાકડાની ચોરી થતી હતી હોવાની જાણકારીથી સ્થાનિકોમાં ભારે નારાજગી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ ગણેશ ચતુર્થીના દિવસે ડેપ્યુટી સરપંચ મિતેશ પટેલ અને પંચાયત સભ્ય વિજય પટેલે ગ્રામજનોની સાથે વોચ ગોઠવી ગામની બાજુના માર્ગ પર છાપો માર્યો. ટેમ્પો નં. GJ-15-AT-9448 સાથે ખેરના લાકડાને લઈ જતાં ત્રણ લોકો મિલન મંગુભાઈ પટેલ, ટેમ્પો ચાલક, અંબાચ ગામના રહીશ રિતેશ નવીનભાઈ પટેલ, યોગેશ બહાદુરભાઈ પટેલને ઝડપી પાડી પોલીસ અને ફોરેસ્ટ અધિકારીઓને સોંપ્યા હતા.

ફોરેસ્ટ વિભાગ સામે લોકોના આક્ષેપો છે કે,અધિકારીઓ ગામજનો પર તો રુબાબ જમાવે છે, પરંતુ વાસ્તવિક તસ્કરો સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથીગામજનોની ચેતવણી ગામજનોનું કહેવું છે કે જો ફોરેસ્ટ વિભાગ દ્વારા અસરકારક પગલાં લેવામાં ન આવે, તો તેઓ કલેક્ટર તથા રાજ્યના વનમંત્રીને સીધી રજૂઆત કરશે. વડીલોનું માનવું છે કે જંગલ ગામનું જીવન છે. વૃક્ષો હવા- પર્યાવરણનો આધાર છે. જો ખેર તથા સાગના વૃક્ષોનો વિનાશ ચાલુ રહેશે, તો આવતા પેઢીઓ માટે હરિયાળી બચી નહીં રહે.