બીલીમોરા: ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિર્મિતે બીલીમોરા ખાતે લાલજીભાઈ પ્રજાપતિ કે જે પોતે રીક્ષા ચલાવી ઘર પરિવારનું ગુજરાન ચલાવતા હતા જેતે સમયે અકસ્માતમાં તેમનો પગ ગુમાવ્યો હતો તેને સાયકલની આપી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ મહિલા ટીમે દાતાની મદદથી સેવાસેતુ બનવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
લાલજીભાઈ પ્રજાપતિને હરવા ફરવામાં ભારે મુશ્કેલીઓ વેઠવી પડતી હોવાથી ઘરે રહીને જ નાનું મોટું કામ કરીને પરીવારનું ગુજરાન ચાલવા મજબુર બન્યા હતા ત્યારે તેમને સાયકલની ખાસ જરૂરીયાત હતી કે પોતે કોઈ નાનકડો વ્યવસાય કરીને પરિવારને મદદરૂપ થઈ શકાય પરંતુ નાણાંની આર્થિક ભીંસ હોવાના કારણે સાયકલ ખરીદવું તેમના માટે શક્ય નહિ હોવાથી તેમણે સામાજિક કાર્યકર્તા અર્ચનાબેન જેમણે રૂબરૂ મુલાકાત કરતા મદદની ગુહાર લગાવી હતી
આ વાતની જાણ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ મહિલા ટીમ નવસારી ગ્રુપમાં શેર કરવામાં આવી હતી જેથી ગ્રુપના તમામ બહેનોના સપોર્ટ અને HRK ચેરિટેબલ ટ્રસ્ટ સુરત પંકજભાઈના સંપર્કથી દાતા દીનાબેન રાઠોડ, અર્ચનાબેન સોલંકી જેમના મહત્વના યોગદાન અને ગ્રુપના દાતા તરફ થી આજે સાયકલ પહોંચાડી દેવામાં આવી છે. જે માટે હું વૈશાલી પટેલ નવસારી જિલ્લા હ્યુમન રાઇટ્સ મહિલા પ્રેસિડેન્ટ દરેક દાતા અને સપોર્ટ કરતા તમામ બહેનોનો આભાર વ્યક્ત કરું છું.











