ચીખલી: ગતરોજ ચીખલી તાલુકાના રેઠવાણીયા ગામમાં દારૂ પી આવીને રોજના ઝઘડા કરતાં 35 વર્ષીય જીતેન્દ્ર નામના યુવકથી કંટાળીને તેના પિતા છનાભાઈ રાઠોડે મોડી રાત્રે ઘરમાં સૂતેલા વખતે ગળું દબાવી હત્યા કરી નાખી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
Decision News ને સૂત્રો પાસેથી મળેલી માહિતિ મુજબ ઘરમાંથી અવાજ આવતા ઘરની બહાર સૂતેલી માતા દોડી આવી અને તેણે દીકરાને બેભાન હાલતમાં જોયો બાદમાં પરિવારજનો તાત્કાલિક જીતેન્દ્રને દવાખાને ખસેડયો હતો પણ ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
મૃતક જીતેન્દ્રની માતાએ ચીખલી પોલીસ સ્ટેશનમાં પિતા છનાભાઈ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે ચીખલી સરકારી હોસ્પિટલમાં મોકલ્યો અને આરોપી છનાભાઈ રાઠોડની ધરપકડ કરી લીધી હતી.

