નવસારી: ગતરોજ વાંસદા તાલુકામાં સોશિયલ મીડિયાના વોટસઅપ ઇન્જોય નામના એક ગ્રુપમાં દલિત ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વિશે સમાજમાં મુશ્કેલી જનક ટિપ્પણી કરવા બદલ મુસ્લિમ સમાજ અને યુવા કોંગ્રેસ દ્વારા કોમેન્ટ લખનાર યુવાન વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા SPને રજૂઆત કરવામાં આવી છે.
Decision News સાથે વાત કરતાં યુવા કોંગ્રેસ જણાવે છે કે નવસારી જિલ્લામાં વોટસઅપ ઇન્જોય ગ્રુપ કાર્યરત છે. જેમાં ચિરાગ વ્યાસ દ્વારા વડનગરના દલિત ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ઉપર મુસ્લિમ સમાજની લાગણીને ઠેસ પહોંચે તેવી અભદ્ર કોમેન્ટ કરવામાં આવી છે. આ ટિપ્પણીમાં મુસ્લિમ સમાજના લોકોને આતંકવાદી સમર્થક કહી, તેના મત વડે જીત્યો છે, તેવુ લખવામાં આવ્યું છે.
જે અંગે કોમેન્ટ કરનાર યુવાન વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહીની માંગ સાથે મહમદ મગેરા, આરીફ ટીબલીયા, તલ્હા પટેલ
ઈકબાલ મુસલા, નીતીન માલવયા, અનીલ વાસી, આફતાબ મુલા, સુરેસ રાઠોડ, સાહબાજ પઠાણ દ્વારા નવસારી એસપીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.











