વલસાડ: વલસાડમાં મોંઘાભાઈ હોલ નજીક રિક્ષા સ્ટેન્ડ પર ગંભીર ઘટના સામે આવી છે. રિક્ષા ચાલકો વચ્ચે સામાન્ય બોલાચાલી એટલી હદે વધી ગઈ કે તે મારામારીમાં પરિણમી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ ઘટના દરમિયાન બેથી ત્રણ રિક્ષા ચાલકોએ એક રિક્ષા ચાલક પર હુમલો કર્યો હતો. જાહેર રસ્તા પર થયેલી આ મારામારીએ વિસ્તારમાં ભારે હંગામો મચાવ્યો હતો. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે રિક્ષા ચાલકો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી થઈ રહી છે.
આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ચિંતા ઉભી કરી છે. જાહેર સ્થળે આવી હિંસક ઘટનાઓ સામાન્ય નાગરિકોની સુરક્ષા માટે જોખમરૂપ બની શકે છે. સ્થાનિક પોલીસે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને.











