નવસારી: નવસારીમાં ભક્તિભાવથી વિધ્નહર્તાનું સ્થાપન કરાયા બાદ આજે માનતાના ગણેશજીનું વિસર્જન કરવામાં આવશે. લોકોની ભક્તિ અને પર્યાવરણની જાળવણીને ધ્યાને રાખીને દર વર્ષની જેમ કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે.એક, ત્રણ, પાંચ અને સાત દિવસના માનતાના ગણેશજીની મૂર્તિ આ કૃત્રિમ તળાવમાં જ વિસર્જીત કરવામાં આવશે. નવસારીમાં આજે એક દિવસના માનતાના ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે.જેને લઇને તંત્ર દ્વારા વિરાવળ પુર્ણા નદીને કિનારે બે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે.

આ તળાવમાં જમીનને નુકશાન ન થાય તેના માટે પ્લાસ્ટીક પાથરવામાં આવ્યું છે અને તળાવની ફરતે રેતી ભરેલી ગુણ મુકવામાં આવી છે. તો કોઇ ભક્ત તળાવમાં ન આવે તેના માટે તળાવની ફરતે બામ્બુથી કોર્ડન કરવામાં આવ્યું છે.નાની મૂર્તિમાં માટીની મૂર્તિ કરતા પીઓપીની મૂર્તિ વધુ પ્રમાણમાં હોવાથી કૃત્રિમ તળાવમાં વિસર્જિત કરવામાં આવે છે. જોકે, દર વર્ષે વિસર્જનના મહિનાઓ વિત્યા બાદ પણ તળાવનું દુષિત પાણી ખાલી કરવામાં આવતું નથી. આ વર્ષે મનપા બનતા કૃત્રિમ તળાવના પાણીનો યોગ્ય નિકાલ યોગ્ય સમયે થાય તેવી પર્યાવરણ પ્રેમીઓને આશા છે.

ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ નવસારીમાં પણ પુર્ણા નદીના પુલ પર ભારે વાહનોની અવરજવર અટકાવવા માટે ગર્ડર લગાવવામાં આવી હતી, પણ ગણતરીના દિવસોમાં જ બંન્ને તરફની ગર્ડર તુટી જતા આજદિન સુધી ફરી લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી. જેના કારણે ભારેવાહનોની અવરજવર થઇ રહી છે.10 દિવસ બાદ વિસર્જન પહેલા તુટેલી ગર્ડર લગાવાશે કે પછી જોખમી રીતે પુલ પરથી ભારે વાહનો પસાર કરાશે તે હવે જોવું રહ્યું.ગર્ડર તુટ્યા બાદ પુલના‎‎બંન્ને છેડે સળંગ 5-5‎‎બમ્પ બનાવી દેવામાં‎‎ આવ્યા છે. જેના કારણે‎‎વાહનચાલકોને તો‎‎મુશ્કેલી થઇ જ રહી છે,‎‎પણ વિસર્જન સમયે‎‎મોટી મુર્તિ બમ્પ પરથી‎‎પસાર કરવું પણ મુશ્કેલ‎બનશે. મોટી મૂર્તિ પડી જવાનો અને અકસ્માત થવાનો ભય પણ રહેલો‎છે. જેથી વિસર્જન પહેલા બમ્પ દુર કરવા પણ અનિવાર્ય બન્યા છે.‎