નવસારી: નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં દીપડાની હાજરી નોંધાઈ છે. તલાવચોરા ગામના સંજય ફાર્મ પાસે એક દીપડો દેખાયો હતો. કાર ચાલકે આ દીપડાનો વિડિયો ઉતાર્યો હતો, જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ચોમાસાની ઋતુમાં દીપડાઓને ખેતરોમાં જીવજંતુઓ અને પાણી ભરાવાને કારણે રહેવાની મુશ્કેલી સર્જાય છે. આ કારણે તેઓ સૂકી જગ્યાની શોધમાં રોડ અને રહેણાંક વિસ્તારો નજીક આવી જાય છે.
Decision News ને મળેલી માહિતી મુજબ સુપા ગામમાં પણ દીપડાની હાજરી નોંધાઈ છે. વન વિભાગે સાવચેતીના પગલાં રૂપે દીપડાને પકડવા માટે પાંજરું મૂક્યું છે. દીપડાની હાજરીને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં ભયનો માહોલ છે.











