અંકલેશ્વર:અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં ગણેશ આગમન યાત્રા દરમિયાન એક દુःખદ ઘટના સામે આવી છે. હરિકૃપા સોસાયટી દ્વારા આયોજિત આગમન યાત્રામાં ડીજે ટેમ્પાએ બાળકીને કચડી નાખતા તેનું મોત નિપજ્યું છે.

ઘટના દરમિયાન પ્રવિણ રમાકાંત સિંગની 5 વર્ષની દીકરી નવ્યા સહિત અન્ય બાળકો ડીજે ટેમ્પાની પાછળ નૃત્ય કરી રહ્યા હતા. આ સમયે ટેમ્પો ચાલક ચિરાગ વ્યાસે અચાનક વાહન રિવર્સ કરતાં બાળકો પર ફરી વળ્યો હતો. આ અકસ્માતમાં નવ્યાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અન્ય ત્રણ બાળકોને પણ ઈજાઓ થઈ હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે તપાસ દરમિયાન જાણ્યું કે ચિરાગ વ્યાસને વાહન ચલાવતા આવડતું ન હતું. તેમ છતાં ડીજેના માલિક રાકેશ પટેલે તેને ટેમ્પો સોંપ્યો હતો. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.