અંકલેશ્વર: અંકલેશ્વર GIDC વિસ્તારમાંથી 11 વર્ષનો એક બાળક કોઈ કારણસર માઠું લાગી આવતા પોતાની સાઈકલ લઈને ઘરેથી નીકળી ગયો હતો. બાળકના વાલીએ અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.

પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ.વાળા અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જી.રાઠોડે તરત જ અલગ-અલગ ટીમો બનાવી બાળકની શોધખોળ શરૂ કરી. પોલીસે બાળકના ઘરથી લઈને મુખ્ય રસ્તા પરના સીસીટીવી કેમેરા તપાસ્યા. તેમાં બાળક પ્રતીન ચોકડીથી ભરૂચ તરફ જતો દેખાયો.

Decision News ને મળેલી માહિતી મુજબ સગા-સંબંધીઓએ ભરૂચમાં શોધખોળ કરતા બાળક માતરીયા તળાવ પાસેથી સહી સલામત મળી આવ્યો હતો. અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનના સ્ટાફે ટીમ વર્ક દ્વારા ગણતરીના સમયમાં બાળકને શોધી કાઢ્યો અને તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.