વલસાડ: વલસાડમાં આગામી ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને એસપી યુવરાજસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેરના ગણેશ મંડળના આયોજકો અને DJ સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં એસપી જાડેજાએ DJ સંચાલકોને નિયમ મુજબ મર્યાદિત અવાજમાં સંગીત વગાડવાની સૂચના આપી હતી.

તેમણે ખાસ ભારપૂર્વક જણાવ્યું કે DJ સંચાલકોએ અવાજની બાબતમાં ખોટી હરિફાઈમાં ન પડવું જોઈએ.વિસર્જન દરમિયાન સલામતીને ધ્યાનમાં રાખીને પોલીસ અધિકારીઓએ વિસર્જન રૂટ પર આવતા વીજળીના વાયરોની યોગ્ય વ્યવસ્થા કરવા માટે સૂચના આપી હતી.

જેથી પ્રતિમાઓને કોઈ નુકસાન ન થાય. બેઠકમાં DySP એ.કે. વર્મા અને વલસાડ સીટી PI દિનેશ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગણેશ મંડળના આયોજકોને વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા જણાવ્યું હતું.