પારડી: પારડીના પરીયા માર્ગ પર ગતરોજ એક આઇસર ટેમ્પો પલટી ગયો હતો. સદનસીબે ચાલકનો જીવ બચી ગયો હતો. પરંતુ અકસ્માતને લઇ આ માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી. પારડી પરીયા ખાતે મેટ્રો બ્રિજ નજીક ગતરોજ સવારે એક આઇસર ટેમ્પોના ચાલકને અકસ્માત નડયો હતો.
પરીયા માર્ગ પરથી પસાર થતી વખતે આગળનો એક ટાયર મસમોટા ખાડામાં પડી જતા ટેમ્પો પલટી મારી ગયો હતો. પેપર રોલ ભરેલ ટેમ્પો પલટી જતા લોકો ચાલકને બચાવવા દોડી ગયા હતા અને તેને બહાર કાઢતા નાની મોટી ઇજા જોવા મળી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ પરંતુ થોડા કલાક માટે આ માર્ગ પર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઇ હતી.જિલ્લામાં હાઈવે સહિત દરેક માર્ગ પર ખાડા પડી જતા વાહનચાલકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

