અંકલેશ્વર: અંકલેશ્વર-હાંસોટ રોડ પર મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. કડકિયા કોલેજ નજીક રસ્તા પરના ખાડાને કારણે થ્રી વ્હીલર ટેમ્પો અનિયંત્રિત થઈને પલટી ગયો હતો. ટેમ્પો બાજુમાં જઈ રહેલી બાઈક પર પડતાં બાઈક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો.
Decision News ને મળેલી માહિતી મુજબ ઘટના બાદ ઘાયલ બાઈક ચાલકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, અંકલેશ્વરની કડકિયા કોલેજથી એશિયાડ નગર સુધીનો માર્ગ અત્યંત ખરાબ સ્થિતિમાં છે.
રસ્તા પર મોટા ખાડાઓની સંખ્યા વધી રહી છે, જેના કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે.સ્થાનિક લોકોએ આ માર્ગનું તાત્કાલિક સમારકામ કરવાની માંગણી કરી છે. જો આ રસ્તો જલ્દી રીપેર નહીં થાય તો વધુ અકસ્માતો થવાની શક્યતા છે.

