ભરૂચ: વાલીયા પોલીસે “તેરા તુજ કો અર્પણ” અભિયાન અંતર્ગત CEIR પોર્ટલની મદદથી ગુમ થયેલી મિલકતો શોધવામાં સફળતા મેળવી છે. પોલીસે કુલ સાત મોબાઇલ ફોન અને એક મોટરસાઇકલ તેમના માલિકોને પરત કર્યા છે.

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઝઘડિયા વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક અજય મીણાએ CEIR પોર્ટલનો ઉપયોગ વધારવા સૂચના આપી હતી.વાલીયા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. તોમરની આગેવાની હેઠળ વિશેષ ટીમે આ કામગીરી કરી હતી.

Decision News ને મળતી માહિતી મુજબ વર્ષ 2024-25 દરમિયાન ગુમ થયેલા મોબાઇલ ફોનની કુલ કિંમત રૂપિયા 1,09,477 છે. સાથે જ એક મોટરસાઇકલ કે જેની કિંમત રૂપિયા 45,000 છે તે પણ શોધી કાઢવામાં આવી હતી.આ સફળ કામગીરીથી વાલીયા પોલીસ પ્રત્યે સ્થાનિક લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.