નવસારી: નવસારી જિલ્લાના આસણા ગામમાં મીંઢોળા નદીમાં બનેલી આ ઘટનામાં ત્રણ મજૂરો ગુડ્ડુ હળપતિ, ગુલાબીબેન, સુમિત્રાબેન પાણીમાં ફસાઈ ગયા હતા. ગઈકાલે સાંજના સમયે ત્રણેય મજૂરો કોઈ કામ માટે ગામની સીમમાં ગયા હતા.

Decision News ને મળતી માહિતી મુજબ તે સમયે અચાનક વરસાદ વધી જવાથી મિંઢોળા નદીમાં પાણીનો સ્તર ઝડપથી વધ્યો અને તે લોકો વચ્ચે જ ફસાઈ ગયા હતા. સ્થાનિક લોકો દ્વારા આ બાબતની જાણ થતાં તરત જ NDRF પોલીસ અને સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવી હતી.રેસ્ક્યૂ ટીમ હોડી અને સલામતી સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચી હતી.

ભારે વરસાદ અને નદીના પ્રવાહને કારણે ઓપરેશન મુશ્કેલ બન્યું હતું, પરંતુ સતત પ્રયત્નો બાદ ત્રણેય મજૂરને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. મજૂરોને બહાર લાવીને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને હાલ તેઓ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.