વલસાડ: એસટી વિભાગ દ્વારા સાંસદની રજૂઆત બાદ સંઘપ્રદેશ માટે એસટી પાસની સુવિધા કરાઈ છે. સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલના જણાવ્યા મુજબ સંઘપ્રદેશ માટે પાસ નહિ અપાતા વિદ્યાર્થીઓ અને રોજિંદા મુસાફરી કરતા વર્ગને ખૂબ જ અગવડતા પડતી હતી.
આ અંગે વિદ્યાર્થી દ્વારા રૂબરૂ મળી રાહત દરે મળતા પાસની સુવિધા પુનઃ શરૂ કરાવવા વિનંતી કરી હતી. જે સંદર્ભે રાજ્યના માર્ગ પરિવહન અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર મારફત જિલ્લામાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજ તથા વિદ્યાર્થીઓ સંઘપ્રદેશ દાનહ અને દમણમાં શાળા, કોલેજમાં અભ્યાસ કરવા જાય છેતેઓને વર્ષોથી બસના રાહત દરે પાસ આપવામાં આવતા હતા પરંતુ એક વર્ષથી પાસ બંધ કરાયા હતા.
આ ઉપરાંત વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને હિતમાં ધ્યાનમાં રાખી રાહત દરે પાસની વ્યવસ્થા ફરી શરૂ કરવા માટે રજુઆત કરી હતી. અંગે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ સુધી રજૂઆતો ગઈ હતી.સાંસદ ધવલ પટેલની રજૂઆત બાદ નિગમના આદેશ હેઠળ દ્વારા વિભાગીય નિયામક એસટી વલસાડ દ્વારા ડેપો મેનેજર એસટી ડેપો નવસારી, વલસાડ, બીલીમોરા, વાપી, ધરમપુર, આહવાને પત્ર પાઠવી વિદ્યાર્થીઓ અને રોજિંદા મુસાફરોને રાહત દરે પાસ આપવા સૂચના કરાઈ છે.











