ખેરગામ: ધરમપુરના વતની હિમાનીબેન હિમાંશુભાઈ પટેલ દ્વારા શાળાના બાળકો માટે પ્રમાણમાં અઘરા ગણાતા ગણિત વિષયને સરળ બનાવવા માટે વૈદિક મેથ્સની જેમ 14 દેશોમાં ફેલાયેલા અને 2.5 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ ધરાવતા બ્રેઈની અબાક્સના ક્લાસ ચાલુ કરવામાં આવ્યા છે.

ક્લાસના ઉદ્ઘાટન પ્રસંગે અતિથિ વિશેષ તરીકે પધારેલા સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખશ્રી ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે આગળના જમાનામાં જટિલ ગણતરીઓ કરવા જાપાન, ચીન, ગ્રીસ, રોમ વગેરે દેશોમાં હાલમાં કેલ્ક્યુલેટર અને કોમ્પ્યુટરની માફક એક સાધન વપરાતું જેને અબાક્સ કહેવાતું. આજ થીમને ફરીથી જીવંત રાખી જટિલ ગણતરીઓને ઝડપી અને સરળ બનાવવાનો પ્રયાસ આ ક્લાસમાં કરવામાં આવશે જેનો લાભ શાળા કોલેજના વિદ્યાર્થીઓ ઉઠાવી શકશે.

વધુ વિગતે જાણકારી મેળવવા ખેરગામ એપીએમસી માર્કેટની સામે આવેલ ક્લાસના સંચાલકનો સંપર્ક કરી શકો છો. આશા રાખું છું કે આ વર્ગના માધ્યમથી અમારા ખેરગામના બાળકોને ગણિત જેવો વિષય શીખવું ખુબ સરળ બની રહેશે.