વલસાડ: વલસાડ જીલ્લાના ધરમપુર -કપરાડાના અંતરિયાળ વિસ્તારોમાં ચોમાસામાં રસ્તાઓ પર પાણી ઓવરફ્લો થતા ગ્રામીણ પ્રજાને હાલાકી ભોગવવી પડી રહી છે.કપરાડા તાલુકાના આસલોણા ગામે રસ્તો પાણીના ધસમસતો પ્રવાહમાં ડૂબી જતાં આવજા બંધ થઈ ગઈ છે.

વલસાડ જિલ્લામાં ભારે વરસાદે સુશાસનના સરકારી તંત્રના દાવાઓની પોલ ખુલ્લી કરી દીધી છે.લાશની અંતિમ વિધી કરવાની વ્યવસ્થાની પોલ કપરાડાના સંખ્યા બંધ ઠેકાણે છતી થઈ. એક ગામ બીજા ગામ થી વિખુટા પડી જાય છે.

કપરાડા તાલુકામાં ભારે વરસાદમાં બાળકો રસ્તાના અભાવે શાળાએ જઈ શક્તા નથી. કપરાડાના આસલોના ગામના કાળુનિયા ફળિયાથી બિલીયા ફળિયામા વિધાર્થીઓને અવરજવર માટે ખાડીમા પાણી ભરાય જતા અટવાઈ રહ્યા છે. કારણ કે એના માટે બીજો રસ્તો નથી.