સરીગામ: સરીગામ જીઆઇડીસીની કેમિકલ કંપનીઓનું પ્રદૂષિત પાણી પમ્પિંગ સ્ટેશનથી સીધેસીધું ટોકર ખાડી થઈ ખતલવાડા અરબી સમુદ્રમાં ઠલવાતું હોવાથી દરિયાઈ જીવ સુષ્ટિ નાશ થવાના એંધાણ ઊભા થયા છે.જે લઈ લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.
Decision Newsn ને મળેલી માહિતી મુજબ જીઆઇડીસીના એકમોના પ્રદૂષિત પાણીને ટ્રીટ કરી તડગામનાં દરિયામાં છોડવા 15 એમ. એલ.ડીની ક્ષમતા ધરાવતી સીઈટીપી કાર્યરત છે.સરીગામમાં ઝેરી રસાયણોનું ઉત્પાદન કરતા એકમો દ્વારા પ્રદૂષિત પાણી ઈ.ટી.પીમાં ટ્રીટ કરી પાઇપ લાઇન મારફતે પમ્પિંગ સ્ટેશનમાં છોડવામાં આવી રહ્યું છે. જ્યાંથી સીઈટીપીમાં પહોંચાડવામાં આવી રહ્યું છે.પમ્પિંગ સ્ટેશનની જવાબદારી ખાનગી એજન્સીને સોંપવામાં આવી છે.
22 ઓગસ્ટે વરસાદ નહીંવત હોવાથી કોરોમંડલ કંપની પાસે આવેલા પમ્પિંગ સ્ટેશનનાં ચેમ્બર માંથી સતત કલર યુક્ત પ્રદૂષિત પાણી કુદરતી વહેણ સાથે ખનકીમાં થઇ સરીગામ,માંડા,ડહેલી, વંકાછ, તુંબ અને ખતલવાડા ગામો માંથી પસાર થતી ટોકર ખાડીમાંથી દરિયામાં પહોંચી રહ્યું છે.સતત ત્રણ દિવસથી વહી રહેલા કલર યુક્ત પાણીથી ભૂગર્ભ જળ પ્રદૂષિત થવાની ભીતિ છે જેથી લોકોના આરોગ્યને પણ ખતરો થઇ શકે.આ સાથે ખાડી,દરિયાની જીવ સુષ્ટિ નાશ થવાના એંધાણ છે.પમ્પિંગ સ્ટેશનથી પ્રદૂષિત પાણી સીઈટીપીમાં નાખવા માટે એજન્સીને જવાબદારી સોંપવામાં આવેલી છે.

