વલસાડ: વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કપરાડા તાલુકામાં 46 મિમી વરસાદ નોંધાયો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ સરેરાશ 2010.17 મિમી વરસાદ થયો છે. વલસાડ તાલુકામાં 15, ધરમપુર તાલુકામાં 31, પારડી તાલુકામાં 25, કપરાડા તાલુકામાં 46, ઉમરગામ તાલુકામાં 29 અને વાપી તાલુકામાં 26 મિમી વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં સરેરાશ 28.67 મિમી વરસાદ થયો છે.
મધુબન ડેમના ઉપરવાસના 6 ગામોમાં કુલ 86 મિમી વરસાદ નોંધાયો છે. ડેમનું લેવલ 75.70 મીટર સુધી પહોંચ્યું છે. ડેમમાં 12,299 ક્યુસેક પાણીની આવક થઈ છે. રુલ લેવલ જાળવવા માટે ડેમના બે દરવાજા 0.60 મીટર ખોલી 6,390 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
1લી જૂનથી અત્યાર સુધીમાં વલસાડ તાલુકામાં 1585, ધરમપુર તાલુકામાં 2019, પારડી તાલુકામાં 1939, કપરાડા તાલુકામાં 2587, ઉમરગામ તાલુકામાં 1847 અને વાપી તાલુકામાં 2084 મિમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ વલસાડ જિલ્લા અને દાદરા નગર હવેલી તથા દમણ સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. નદીના તટ વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે.











