ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકામાં ગણપતિદાદાની મૂર્તિ વિતરણ ઉત્સવ 2025 અંતર્ગત ધરમપુર ધર્મજાગરણ સમન્વય–વલસાડ જિલ્લા દ્વારા ધરમપુર તાલુકાના વિવિધ મંડળોને 300 જેટલી ગણપતિ દાદાની મૂર્તિનું વિતરણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે ડો હેમંત પટેલે પવિત્રતા જાળવી વિઘ્નહર્તાની પૂજા, અર્ચના કરવા અને વ્યસનમુક્તિ માટે અનુરોધ કરી વિશ્વની શાંતિ માટે શ્રીજીને પ્રાર્થના કરી અને સંગઠિત બની રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બનવા અને પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોના જતન માટે સંકલ્પ કરવા ઉપસ્થિત લોકોને અપીલ કરી હતી.

ધરમપુર તાલુકાના વિવિધ મંડળોના ગામડાઓના લોકો 300 જેટલી ગણપતિ દાદાની મૂર્તિને લઈને વિતરણકર્તાઓનો આભાર માન્યો હતો. ભક્તો બાપ્પાને સામાન્ય રીતે 1 દિવસ , 3 દિવસ , 5 દિવસ , 7 દિવસ માટે લાવે છે અને ક્યાંક ક્યાંક તો તે પૂરાં 10 દિવસ સુધી પુજા અર્ચના કરી વિસર્જન કરતાં હોય છે.