અંકલેશ્વર: હાંસોટના ઇલાવ ગામમાં બસ સ્ટેન્ડ પર વૃક્ષ તૂટી પડયું હતું. વરસાદ અને ભારે પવનના કારણે વૃક્ષ પડતા નાસ્તાની બે કેબીન પડી ગયા હતા. કોઈ જાનહાનિ નહીં થતા ગ્રામજનો રાહત અનુભવી હતી. હાસોટ તાલુકાના ઈલાવ ગામના બસ સ્ટેન્ડમાં આજે એક મોટી દુર્ઘટના ટળી ગઈ.
Decision Newsn ને મળેલી માહિતી મુજબ ભારે પવનના કારણે બસ સ્ટેન્ડમાં આવેલું એક વિશાળ વૃક્ષ અચાનક ધરાશાયી થઈ ગયું હતું. સદનસીબે ઘટના સમયે આસપાસ કોઈ મુસાફરો કે ગ્રામજનો ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી. વૃક્ષ બસ સ્ટેન્ડની બાજુમાં આવેલી નાસ્તાની બે કેબીન પર પડયું હતું.
આ ઘટનામાં બંને કેબિનને નુકસાન થયું છે. ઇલાવ ગામનું આ બસ સ્ટેન્ડ વર્ષો જૂનું છે અને હાલ જર્જરિત સ્થિતિમાં છે.ગ્રામજનોએ બસ સ્ટેન્ડના નવીનીકરણ માટે એસટી નિગમમાં રજૂઆત કરી હતી. જો કે, હજુ સુધી બસ સ્ટેન્ડનું નવીનીકરણ કરવામાં આવ્યું નથી. આ ઘટના બાદ બસ સ્ટેન્ડના નવીનીકરણની માંગ વધુ તીવ્ર બની છે.











