ચીખલી: ચીખલીના ખાંભડા ગામ નજીક આવેલ રામલ ફળિયા અને સાદડવેલ જોડતા રોડ હજુ એક વર્ષ પહેલા બનાવ્યો અને ગતરોજ પડેલા વરસાદને કારણે તૂટી જતા ગ્રામજનોને સાચવીને આવવા સ્થાનિકોએ આવતા જતા રાહદારીઓ અને મુસાફરોને જણાવ્યું છે.
Decision Newsn ને મળેલી માહિતી મુજબ રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર આડો આવ્યો હોવાની શંકા સ્થાનિકોએ વ્યક્ત કરી હતી. ચીખલી તાલુકાના ખાભડા ગામ નજીક આવેલ રામલ ફળિયા અને સાદડવેલ ગામને જોડતો માર્ગ કરોડોના ખર્ચે માર્ગ અને મકાન દ્વારા એક વર્ષ પહેલા બનાવ્યો હતો.આ માર્ગ બીજા જ ચોમાસે વચ્ચેથી તૂટી જતા આ માર્ગ વાહન ચાલકો અને રાત્રિના સમયે આવતા જતા લોકો માટે ભયજનક બન્યો છે.
તાલુકાના ખાંભડા અને સાદડવેલ ગામને જોડતા માર્ગ ઉપર રામલ ફળીયા વિસ્તારમાં મોટું ધોવાણ થતા આ રોડ પરથી આવવાનું થાય તો સાચવીને આવવું અકસ્માત થવાની સંભાવના છે તેવા મેસેજ ફરતા થયા હતા. આ માર્ગ રિપેર કરવા સ્થાનિકોમાં માંગ ઉઠી છે.ખાંભડા ગામ નજીક રામલ ફળિયાથી સાદડવેલને જોડતા રોડ એક વર્ષ પહેલા કરોડોના ખર્ચે બનાવ્યો હતો પરંતુ એક જ વર્ષમાં તૂટી જવાના પગલે માર્ગ મકાનની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે. આ માર્ગ તાત્કાલિક નવો બનાવાય.











