વલસાડ: દિલ્હી સંસદ ભવન ખાતે કેન્દ્રીય રેલ,માહિતી અને પ્રસારણ કેબિનેટ મંત્રી અશ્વિની વૈષ્ણવજ સાથે સંસદ ભવન ખાતે લોકસભાના દંડક,વલસાડ સાંસદ ધવલ પટેલે શુભેચ્છા મુલાકાત લઈ વલસાડ રેલવે સ્ટેશન ખાતે વંદે ભારતને સ્ટોપેજ આપવા બદલ વલસાડ ડાંગ સમગ્ર જનતા વતી આભાર વ્યક્ત કર્યો હતો.

ધવલભાઈએ કેન્દ્ર સરકાર ના ઓનલાઈન ગેમિંગ કાયદા અંગે ના સંસદ માં પાસ થેયલ બિલ અંગે મંત્રીને શુભેચ્છા પાઠવી હતી. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, આઇટી વિભાગના કેબિનેટ મંત્રી સાથે સાંસદ ધવલ પટેલની આગેવાનીમાં વલસાડ જિલ્લા ભાજપના જિલ્લા મીડિયા કન્વીનર દિવ્યેશ કૈલાશનાથ પાંડે,જિલ્લા સોશિયલ કન્વીનર હિતેશ સુરતી, જિલ્લા આઇટીના કન્વીનર ધ્રુવીનભાઈ પટેલે મંત્રીની શુભેચ્છા મુલાકાત કરી હતી

Decision Newsn ને મળેલી માહિતી મુજબ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના લોકસભાની પેટા ચૂંટણી દરમિયાન ઇન્ચાર્જ તરીકેની પ્રવાસ કામગીરી કરી હતી. વલસાડ જિલ્લાના મીડિયા, આઈ.ટી,સોશિયલ મીડિયાના કન્વીનરોએ થયેલી કામગીરીના સંસ્મરણોને યાદ કરી તેમને બિરદાવ્યા હતા.