વલસાડ: વલસાડ જિલ્લાના સરોધી ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશના ઝાબુઆની 18 વર્ષીય યુવતી સપના કમલ ડામોરે આંબાના ઝાડે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. સપના પોતાના બહેન-ભાઈ અને બહેનોઈ સાથે રોજગારી માટે સરોધી ગામે આવી હતી. તે રેતી પ્લાન્ટમાં મજૂરી કામ કરતી હતી.ગતરોજ સાંજે 4:30થી 5:00 વાગ્યા દરમિયાન આ ઘટના બની હતી.
રેતી પ્લાન્ટમાં મજૂરી કામ કરતી હતી,દરમિયાન વોશરૂમ માટે ગયેલી સપના લાંબા સમય સુધી પરત ન ફરતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન તે હેમતભાઈ દેસાઈની આંબાવાડીમાં એક ઝાડ સાથે લીલી ઓઢણીથી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.
પરિવારજનોએ તુરંત અન્ય મજૂરો અને પોલીસને જાણ કરી હતી. રૂરલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને વલસાડ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં ખસેડયો હતો. Decision News ને મળેલી માહિતી મુજબ પ્રાથમિક તપાસમાં સપનાએ કોઈ અગમ્ય કારણસર આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. વલસાડ રૂરલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.











