વલસાડ: ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ની સૂચના મુજબ વલસાડ જિલ્લાના વલસાડ તાલુકા અને શહેર મંડળના શક્તિકેન્દ્ર સંયોજકો માટે પ્રશિક્ષણ વર્ગનુ આયોજન વલસાડ તાલુકા સંગઠન પ્રમુખ શ્રી તેજસભાઈ પટેલ અને શહેર સંગઠન પ્રમુખ શ્રી દિવ્યાંગભાઈ ભગતના અધ્યક્ષ સ્થાને તેમજ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંત ભાઈ કંસારા અને પ્રદેશ થી નિમાયેલ શક્તિ કેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગના વાલી શ્રી મયંકભાઇ જોશી તથા વલસાડ ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યુ.

જેમાં વિવિધ વક્તાશ્રીઓ સુરત ઉધનાના પૂર્વ ધારાસભ્ય શ્રી વિવેકભાઈ પટેલ, જિલ્લા ભાજપ સંગઠન મહામંત્રી શ્રી શિલ્પેશભાઈ દેસાઈ અને શ્રીકમલેશભાઈ પટેલ, શ્રીગણેશભાઈ બિરારી, જિલ્લા સોશિયલ મીડિયા દક્ષિણઝોન સહ ઇન્ચાર્જ શ્રી સત્યનભાઈ પંડ્યા, વાપી નગરપાલિકા પૂર્વ પ્રમુખશ્રી વિઠ્ઠલભાઈ પટેલ દ્વારા વિવિધ સત્રોમાં વિવિધ વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન પીરસ્યું હતું.

આ સમગ્ર પ્રશિક્ષણ વર્ગ નુ સંચાલન વલસાડ તાલુકા અને શહેર મંડળોના મહામંત્રી શ્રીઓ શ્રીઅમરતભાઈ ટંડેલ,શ્રીતુષારભાઈ વશી, શ્રીકૌશિકભાઈ માકડીયા, તેમજ,શ્રી કેયુરભાઈ પટેલ, શ્રી સુનિલભાઈ ટંડેલ, શ્રી ચંદરભાઈ પટેલ, શ્રી મિતેશભાઇ પટેલ, શ્રી આશિષભાઈ દેસાઈ, અને વ્યવસ્થાપન વલસાડ તાલુકા શહેર સંગઠનની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.