વલસાડ: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ટીંભી ગામમાં એક અસામાન્ય ઘટના સામે આવી છે. એક કન્ટેનર ચાલક વાહન પાર્ક કરીને કોઈ કામ અર્થે ગયો હતો, તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે જમીન પોચી થઈ ગઈ હતી.
Decision Newsn ને મળેલી માહિતી મુજબ જમીન પોચી હોવાના કારણે કન્ટેનર નીચેની જમીન ધસી પડતાં વાહન પલટી ગયું હતું. સદનસીબે ઘટના સમયે કન્ટેનરની ડ્રાઇવર કેબિનમાં કોઈ ન હોવાથી જાનહાનિ ટળી હતી.આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
વીડિયો દ્વારા વાહન ચાલકોને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વાહનો પાર્ક કરતી વખતે સાવચેતી રાખવા અને જમીનના કિનારા પર વાહન પાર્ક ન કરવા સંદેશ આપવામાં આવ્યો છે. સ્થાનિક લોકોએ તાત્કાલિક ક્રેનની મદદથી કન્ટેનરને સીધું કર્યું હતું અને ત્યારબાદ તેને રવાના કરવામાં આવ્યું હતું.











