ઉમરગામ: ઉમરગામ તાલુકામાં ખતલવાડા ગામની એક ગંભીર સમસ્યા સામે આવી છે.અહીં માર્ગ વરસાદી પાણીમાં ગરકાવ થતા વિદ્યાર્થીઓ અટવાયા હતા.
ખતલવાડા વારલીવાડ ફળિયાથી સંજાણ-બંદર માછીવાડ ફળિયા શાળા સુધીનો માર્ગ લાંબા સમયથી અધૂરો છે. વરસાદી સિઝનમાં આ માર્ગ વધુ જોખમી બન્યો છે. આ માર્ગ પર પાણી ભરાવાને કારણે વિદ્યાર્થીઓ અને વૃદ્ધોને શાળાએ તથા રોજિંદા કામે જવામાં મુશ્કેલી પડે છે.
મહિલાઓ અને બાળકોને રસ્તો પાર કરવા જીવના જોખમે આગળ વધવું પડે છે. Decision Newsn ને મળેલી માહિતી મુજબ ખતલવાડા પંચાયતના સ્થાનિક સભ્યએ અવારનવાર પંચાયતમાં આ બાબતે ધ્યાન દોર્યું હોવા છતાં કામગીરી અધુરી રહેતા હાલે ચોમાસામાં સ્થિતિ જોખમી બની છે.

