વલસાડ: વલસાડ જિલ્લા પોલીસ અધીક્ષક ડો. કરનરાજ વાઘેલાની સુરત ખાતે બદલી થતાં બુધવારે વલસાડમાં વિદાય સમારંભ યોજાયો હતો. કાર્યક્રમમાં વલસાડના ધારાસભ્ય ભરતભાઇ પટેલ સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ડો. વાઘેલાએ 2 વર્ષ 2 દિવસના કાર્યકાળમાં જિલ્લામાં કાયદો વ્યવસ્થા જાળવી રાખી. તેમના નેતૃત્વમાં વલસાડ પોલીસે ઓપરેશન હન્ટ અને મિશન મિલાપ જેવી મહત્વપૂર્ણ કામગીરી સફળતાપૂર્વક પાર પાડી. ગંભીર ગુનાઓના ભેદ માત્ર 48 કલાકમાં ઉકેલવામાં આવ્યા હતા.
ડુંગરા સગીરા અપહરણ અને હત્યા કેસ, ઉમરગામ સગીરા અડપલાં કેસ અને પારડી મોતીવાળા યુવતીની દુષ્કર્મ અને હત્યા કેસ સહિતના ગંભીર ગુનાઓનો ભેદ ઉકેલ્યા હતા.એક સિરિયલ કિલરને પકડવા માટે પોલીસ ટીમે 11 દિવસ સુધી સતત કામગીરી કરી સફળતા મેળવી હતી. આરોપીના રિમાન્ડ દરમિયાન અન્ય ગુનાઓ પણ ઉકેલાયા હતા. ડુંગરા બાળકી અપહરણ, દુષ્કર્મ અને હત્યા કેસમાં લોકોએ આપેલા સહિયોગથી કેસ ઉકેલાયો હતો.ઉમરગામ સગીરા અડપલાં કેસમાં ગણતરીના કલાકોમાં ટીમવર્ક વડે આરોપીને રાજ્ય છોડે તે પહેલાં ઝડપી પાડયા હતા.
મિશન મિલાપ હેઠળ જિલ્લામાંથી હજારોની સંખ્યામાં ગુમ થયેલા બાળકો અને યુવક યુવતીઓને શોધી પરિવાર સાથે મિલન કરાવવા બાદલ નેશનલ કક્ષાના કોચ એવોર્ડથી મિશન મિલાપની ટીમને સન્માન મળ્યું હતું. વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે ટીમને જરૂરી મદદ કરી વોન્ટેડ આરોપીઓને મોટાભાગના કેસોમાં શોધી કાઢ્યા હતા.વલસાડ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ હેડ કવાટર ખાતે પોલીસ વિભાગની અને અન્ય.સ્પર્ધાત્મક.પરીક્ષા માટે તૈયારી કરતા પરિક્ષાર્થીઓ માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ પુરી પાડી પરિક્ષાર્થીઓનો આત્મવિશ્વાસ વધાર્યો હતો. વલસાડ જિલ્લામાં આવતા પુર સમયે નીચાણવાળા વિસ્તારોની પરિસ્થિતિનો તાગ મેળવવો, લોકોને સ્થળાંતર માટે જાગૃત કરવા સહિતની જરૂરી કામગીરી કરી હતી. વિદાય સમારંભમાં ડો. વાઘેલાએ સ્થાનિક લોકો અને NGOના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો. તેમણે વલસાડના લોકોને ભવિષ્યમાં પણ મદદરૂપ થવાની ખાતરી આપી.

