ભરૂચ : વાગરા-ભરૂચ રૂટ પર દોડતી એસટી બસ વિલાયત-દેરોલ માર્ગ પર મોટા ખાડામાં ફસાઈ ગઈ હતી. બસ એક તરફ નમી પડતાં મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. કેટલાક મુસાફરોએ ઈમરજન્સી દરવાજા મારફતે બસ છોડી દીધી હતી.આ માર્ગનું નવીનીકરણ કોન્ટ્રાક્ટર દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું.

Decision Newsn ને મળેલી માહિતી મુજબ ચોમાસાને કારણે કામ અધૂરું છોડી દેવામાં આવ્યું છે. હાલમાં સિંગલ લેન પર વાહનવ્યવહાર ચાલી રહ્યો છે. જેના કારણે રોજ ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. સ્થાનિક વાહનચાલકો આ ખરાબ માર્ગને ટાળવા 5-6 કિલોમીટરનો વધારાનો ફેરો કરી રહ્યા છે. ખાસ કરીને GIDCમાં કામ કરતા કર્મચારીઓ માટે આ રસ્તો રોજની મુશ્કેલી બની ગયો છે.

સ્થાનિક લોકોએ વારંવાર રજૂઆતો કરી છે. પરંતુ તંત્ર તરફથી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. લોકોની માંગ છે કે કોઈ મોટી દુર્ઘટના થાય તે પહેલાં માર્ગનું સમારકામ પૂર્ણ કરવામાં આવે. કોન્ટ્રાક્ટરની બેદરકારી અને સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતાના કારણે ભવિષ્યમાં ગંભીર અકસ્માત થવાની શક્યતા છે.