વ્યારા: ગતરોજ તાપી જિલ્લા ACBએ SC-ST સેલના મહિલા DySP નીકીતા શીરોયા અને પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્ર ગામીત સામે 1.50 લાખ લાંચ લેતા રંગે હાથ પકડી પાડવામા આવ્યા હતા ત્યારે રૂપિયાનો લાલચુ પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્ર રમણભાઈ ગામીત આદિવાસી સમાજ માટે કાળો ધબ્બા છે એમ લોકો કહી રહ્યા છે. આદિવાસી સમાજનો દીકરો આવો લાંચિયો પોલીસવાળો હોય શકે એવી અપેક્ષા સમાજના લોકોને ન હતી.
મહત્વનું છે કે SC-ST સેલના મહિલા DySP અને હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર ગામીત દ્વારા સૌથી પહેલા તો અંદાજે ચાર લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. પરંતુ ફરિયાદી પાસેથી આટલા રૂપિયા ન હોવાથી તેમણે છેલ્લે 1.50 લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું.
ફરિયાદી પાસે આટલા રૂપિયા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ બુધવારના રોજ કાકરાપાર પોલીસ સ્ટેશન નજીક આવેલા L&T કોલોની પાસે રૂપિયા આપવાની વાત થઈ હોવાથી છટકું ગોઠવામાં આવ્યું હતું. આ દરમ્યાન હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર રમણભાઈ ગામીત ખાનગી વાહન લઈને લાંચના રૂપિયા લેવા આવ્યા હતા. જો કે તેમને શંકા જતા તેઓ રૂપિયા લીધા વગર ભાગી ગયા હતા. જે બાદ ACBની ટીમે મહિલા DySP અને હેડ કોન્સ્ટેબલ સામે ગુનો નોંધી સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનુ છે કે આ મહિલા DySPએ અને પોલીસ કોન્સ્ટેબલે અગાઉ કેટલા લોકો પાસેથી આ રીતે રૂપિયા લીધા છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

