ભરૂચ: ભરૂચથી અંકલેશ્વર તરફના જુના નેશનલ હાઇવે નંબર 8 પર ગંભીર બેદરકારી સામે આવી છે. કોન્ટ્રાક્ટર દ્વારા રાતોરાત બનાવવામાં આવેલા બમ્પરથી અનેક અકસ્માત સર્જાયા છે.

Decision Newsn ને મળેલી માહિતી મુજબ બમ્પર પર કોઈ રિફ્લેક્ટર કે સૂચના દર્શાવતું બોર્ડ મૂકવામાં આવ્યું નથી. બમ્પરથી અજાણ વાહન ચાલકોના વાહનો ઉછળ્યા છે. એક એમ્બ્યુલન્સ પણ બમ્પર પરથી કૂદી ગઈ હતી.એક રિક્ષાચાલકને સ્પીડ બ્રેકરની જાણકારી ન હોવાથી અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 5 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.

વાહનચાલકોના જણાવ્યા મુજબ રોડ સેફ્ટીના નિયમોનું સંપૂર્ણ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. કોન્ટ્રાક્ટરે બમ્પર પર સફેદ રંગના કે રેડિયમના પટ્ટા પણ લગાવ્યા નથી. આ કારણે વાહનચાલકોને બમ્પરની કોઈ જાણકારી મળી શકી નથી. આ બાબતે વાહનચાલકોમાં રોષ ફેલાયો છે.