અંકલેશ્વર: અંકલેશ્વર જીઆઈડીસીમાં એફડીડીઆઈ કોલેજ ખાતે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ભરૂચ અને એફડીડીઆઈ કોલેજ અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો શુભારંભ થયો હતો.જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.

કુલ સાત તાલુકામાંથી 2100 સ્પર્ધકોએ 37 જેટલી વિવિધ કૃતિઓની રજૂઆત કરી હતી.કાર્યક્રમમાં પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિન શાહ, જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ, મામલતદાર કે.એમ. રાજપૂત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.