વ્યારા: તાજા જાણકારી મળ્યા મુજબ વ્યારા તાલુકામાં એટ્રોસિટી અંતર્ગત થયેલી ફરિયાદમાં ધરપકડ નહી કરવા માટે  DYSP નિકિતા શિરોયા દોઢ લાખ રૂપિયાની લાંચ લેતા કાકરાપાર પોલીસ સ્ટેશન નજીક પાડવામા આવેલા દરોડામાં ACB ના રંગે હાથ પકડાઈ ગયા છે.

Decision news ને મળેલી માહિતિ મુજબ કાકરાપાર પોલીસ સ્ટેશન નજીક એલ. એન્ડ ટી કોલોની બહાર જાહેર રસ્તા ઉપર એસીબી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. એસસીએસટી સેલનાં ડીવાયએસપી નીકીતા શિરોયા પોતાનાં હેડ કોન્સ્ટેબલ સાથે લાંચ લેવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેણે એટ્રોસિટી અંતર્ગત થયેલી ફરિયાદમાં ધરપકડ નહી કરવા માટે લાંચની માંગણી કરી હતી. જે લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ જતા એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા બંન્નેની ધરપકડ કરવામાં આવી હતી.

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર એક વ્યક્તિ પર એટ્રોસિટી હેઠળ ફરિયાદ દાખલ થઇ હતી. જો કે ફરીયાદી તથા તેમના કુટુંબીજનો તથા તેમના બે મિત્રો કુલ-8 લોકો વિરૂધ્ધ કાકરાપાર પોલીસ સ્ટેશનમાં એટ્રોસીટી એક્ટ તથા દહેજ પ્રતિબંધક ધારા મુજબનો ગુનો દાખલ થયો હતો. જેની તપાસ Dy.SP નીકીતા શીરોયા કરી રહ્યા હતા. જ્યારે હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર ગામીત તેના રાઇટર તરીકે ફરજ બજાવે છે.