અંકલેશ્વર: અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં કરેલી વરસાદની આગાહી સાચી પડી છે.
પવન સાથે વરસી રહેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. લાંબા સમયના વિરામ બાદ આવેલા વરસાદથી ખેડૂતોમાં આનંદનું મોજું ફરી વળ્યું છે. ખેડૂતોને આશા છે કે આ વરસાદથી ખેતીના પાકને જીવનદાન મળશે.
Decision News ને મળેલી માહિતિ મુજબ હાંસોટના સુણેવ, સાહોલ, ઓભા, આસરમા અને ઇલાવ સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો છે.આ વિસ્તારમાં વરસાદની તીવ્રતા ધીમી છે. પરંતુ સતત વરસાદથી ખેતી માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે.

