સેલવાસ: સુપ્રીમ કોર્ટે વર્ષ 2021 માં ભૂતપૂર્વ લોકસભા સભ્ય આદિવાસી સમાજના લીડર મોહન ડેલકરની આત્મહત્યા માટે ઉશ્કેરણી કરવા બદલ 9 લોકો સામે નોંધાયેલ FIR રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને પડકારતી તેમના પુત્રની અરજી ફગાવી દીધી છે.
મામલો શું છે ?
આ કેસમાં મુંબઈ પોલીસે માર્ચ 2021 માં કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલ સહિત 9 લોકો સામે કેસ નોંધ્યો હતો. 2022 માં બોમ્બે હાઇકોર્ટે સાંસદ મોહન ડેલકરને આત્મહત્યા માટે કથિત રીતે ઉશ્કેરવાના કેસમાં મોટો નિર્ણય આપ્યો હતો. કોર્ટે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક પ્રફુલ્લ ખોડા પટેલ સહિત 9 લોકો સામે નોંધાયેલી FIR ફગાવી દીધી હતી.
8 સપ્ટેમ્બર 2022 ના રોજ બોમ્બે હાઇકોર્ટે કેન્દ્રશાસિત પ્રદેશો દાદરા અને નગર હવેલી, દમણ અને દીવના પ્રશાસક પ્રફુલ ખોડા પટેલ સહિત નવ લોકો સામેનો કેસ રદ કર્યો હતો. કેન્દ્રશાસિત પ્રદેશ દમણ-દીવના પ્રશાસક સહિત 9 લોકો સામે નોંધાયેલ FIR રદ રહેશે. 4 ઓગસ્ટના રોજ, સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી પર આજ સુધી પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.
CJI BR ગવઈ અને ન્યાયાધીશ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે દિવંગત સાંસદના પુત્ર અભિનવ ડેલકરની તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મીનાક્ષી અરોરા, રાજ્ય સરકારનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતા અને કેટલાક આરોપીઓના વકીલ મહેશ જેઠમલાણીની દલીલો સાંભળ્યા બાદ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.

