ડાંગ: સાપુતારા સર્કલ નજીક એક ચોંકાવનારી ચેઇન સ્નેચિંગની ઘટના સામે આવી છે. સુરતના વેપારી રાજેશ કથીરીયા પરિવાર સાથે સાપુતારા ફરવા આવ્યા હતા. આ દરમિયાન બે બાઇકસવાર તેમની પાસે આવ્યા. આરોપીઓએ વેપારીના ગળામાંથી રૂ. 1.08 લાખની સોનાની ચેઇન તોડી લીધી.

આરોપીઓ ચેઇન લઈને માલેગાંવ તરફ બાઇક પર ભાગી છૂટ્યા હતા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વેપારીએ તરત જ સાપુતારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી.પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અલગ અલગ ટીમો બનાવી. ઝડપી તપાસ બાદ બંને આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળી.

Decision News ને મળેલી માહિતિ મુજબ ગુનામાં વપરાયેલી બાઇકનો નંબર GJ 32 P 6804 છે.પકડાયેલા આરોપીઓમાં સુરતના જયદીપભાઇ સીતારામભાઇ ગોંડલીયા અને સાહિલ રફીક મહમદનો સમાવેશ થાય છે.પોલીસે બંને આરોપીઓને કસ્ટડીમાં લઈ વધુ તપાસ શરૂ કરી છે.