ભરૂચ: ભરૂચ શહેરના નંદેલાવ માર્ગ પર આવેલી રેલવે ગોદી પાસે ફાટક નજીક આજે સવારે એક ઈનોવા કાર અને બે ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
Decision News ને મળેલી માહિતિ મુજબ રેલવે ફાટક પાસે આગળ ચાલી રહેલો ડમ્પર અચાનક રિવર્સ આવતા પાછળથી આવી રહેલી ઈનોવા કાર બે ડમ્પર વચ્ચે ફસાઈ ગઈ હતી. ઈનોવા કાર ચાલક તથા પાછળનો ડમ્પર ઉભો હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.

