અંકલેશ્વર: અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલી સરસ્વતી વિદ્યામંદિર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં બપોરે અચાનક આગ લાગી જતા ચકચાર મચી જવા પામી હતી. શાળામાં અભ્યાસ કરતા 400 વિદ્યાર્થીઓ શાળા છૂટ્યા બાદ આગ લાગતા મોટી દુર્ઘટના ટળી હતી.
આગની જાણ થતાં ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી. પરંતુ સાંકડી ગલીઓના કારણે ફાયર બ્રિગેડની ગાડી ઘટના સ્થળ સુધી પહોંચી શકી નહીં. શાળામાં રહેલા ફાયર ઇન્સ્ટિગયૂટર સહિતના સાધનોની મદદથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો.
તીવ્ર આગની જ્વાળામાં શાળાનું ફર્નિચર બળીને ખાક થઈ ગયું. આગથી ધુમાડાના ગોટેગોટા નીકળતા આસપાસના રહીશોમાં ગભરાટ ફેલાયો હતો. હાલમાં Decision News ને મળેલી મુજબ સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી.

