ખેરગામ: ખેરગામના મહિલા તબિબ ડો.દિવ્યાંગી પટેલ દ્વારા જાહેર માહિતી અધિકારી કમ પીએસઆઈ ખેરગામ પોલિસ સ્ટેશન પાસે કેટલીક માહિતી માંગેલ હતી,જેમાં પીએસઆઈ એમ.બી.ગામિત દ્વારા આપેલ જવાબ યોગ્ય નહીં લાગતા,અરજદાર મહિલા તબિબ ડો.દિવ્યાંગી પટેલ દ્વારા પ્રથમ અપીલ અધિકારી કમ નાયબ પોલિસ અધિક્ષક સમક્ષ પ્રથમ અપીલ દાખલ કરેલ હતી તેમાં પ્રથમ અપીલ અધિકારી તરીકે નવસારી જિલ્લા પોલિસ અધિક્ષક સુશીલ અગ્રવાલ હાજર રહેલ હતાં.મહિલા તબીબના ગંભીર આક્ષેપો અનુસાર પોતાના મનપસંદ જુનિયર કર્મચારી પીએસઆઈ એમ.બી.ગામિતના ગેરકાયદેસર કૃત્યને છાવરવા અને અમારા પર મનોવૈજ્ઞાનિક દબાણ બનાવવા તેમજ ધમકાવવા માટે એસપી સુશીલ અગ્રવાલ દ્વારા જબરજસ્તીથી ફોન કેબિનની બહાર મુકાવી દિધેલ અને કેબિનમાં અંદર બોલાવી ખુબ જ ગેરવર્તન કરતા જણાવેલ કે હું જજ છું,મારી સામે તમે બેસી નહીં શકો.

તમે આજે જ નહીં,કાલે આવશો કે દસ વાર આવશો તમારી સાથે મારું વર્તન આજ રહેશે.તમને ખબર નથી લાગતી કે આરટીઆઇનો કાયદો કેટલો જૂનો છે અને આટલા વર્ષોમાં આરટીઆઈના કાયદાઓમાં કેટલો ફેરફાર થઇ ગયો છે એવું જણાવી ખંધુ હસીને અપમાન કરેલ અને ઘણી વાતો એવી કરેલી જે વર્ણવી શકાય એવી નથી અને પોતે જવાબદાર સરકારી હોદ્દા પર બિરાજમાન હોવા છતાં ન્યાયતંત્રની કાર્યપદ્ધતિ અને ગરિમા પર ગંભીર લાંછન  લગાડતા આક્ષેપો કરેલ જેનાથી મહિલા અરજદારને ખુબ જ ઊંડો આઘાત લાગેલ.આથી ડો.દિવ્યાંગી પટેલ દ્વારા ગુજરાત રાજય માહિતી આયોગ સમક્ષ દ્વિતીય અપીલ દાખલ કરેલ.જેની નવસારી કલેકટર ઓફિસ ખાતે યોજાયેલ ઓનલાઇન લાઈવ સુનવણી દરમ્યાન ડો.દિવ્યાંગી પટેલે માહિતી કમિશનર વિપુલભાઈ રાવલ સમક્ષ વેદના ઠાલવી.

નવસારી જિલ્લા એસપી સુશીલ અગ્રવાલ વિરુદ્ધ કડક કાયદાકીય પગલાં લેવા રજૂઆત કરતા આ બાબતને ગંભીરતાથી લઈને જિલ્લા એસપી સુશીલ અગ્રવાલને સખત તાકીદ કરતા આદેશ આપેલ કે “માહિતીનો અધિકાર અધિનિયમ-2005 હેઠળ અરજદસરની પ્રથમ અપીલ અન્વયે સુનવણી રાખી યોગ્ય તે નિર્ણય કરવાની કાર્યવાહી અર્ધ ન્યાયિક પ્રકારની  જવાબદારી હોય માહિતીનો અધિકાર અધિનિયમ -2005 હેઠળ પ્રથમ અપીલ કરતા અરજદારો સાથે અમાનવીય વર્તન ન કરવું અને પ્રથમ અપીલ અરજી અન્વયે ઉપલબ્ધ રેકર્ડ ચકાસી,બંને પક્ષકારોની લેખિત/મૌખિક રજૂઆતો ધ્યાને લઇ ગુણદોષને આધારે યોગ્ય તે નિર્ણય લેવા તકેદારી રાખવી”.ઉપરાંત જાહેર માહિતી અધિકારી કમ પીએસઆઇ એમ.બી.ગામિતને તાકીદ કરતા આદેશ કરેલ કે “ભવિષ્યમા માહિતી અધિકાર અધિનિયમ-2005 હેઠળ માહિતી માંગતી અરજી કરતા અરજદારોને નકલ ફી ભરવા યોગ્ય ચલણ મોકલવું અને નકલ ફી ભરવા કચેરીએ રૂબરૂ બોલાવવાની ફરજ ન પાડવી અન્યથા આયોગ તેમની સામે દંડનીય કાર્યવાહી કરવા વિચારણા કરશે.”

નોંધનીય વાત છે કે ગત 18/6/2025 ના રોજ ખેરગામના તત્કાલિન પીએસઆઈ કમ જાહેર માહિતી અધિકારી એમ.બી.ગામિતને ગુજરાત માહિતી આયોગ દ્વારા 5000 રૂપિયાનો દંડ ફટકાર્યા બાદ ફરીથીઅરજદારો સાથે ગેરવર્તન કરતા આ જ પીએસઆઈ અને જિલ્લા પોલિસ અધિક્ષક સામે ગુજરાત રાજય માહિતી આયોગ દ્વારા ફરીથી લાલ આંખ કરી અરજદાર સાથે માનવીય વર્તન કરવાની કડક તાકીદ કરતા આ મુદ્દો નવસારી જિલ્લામા લોકજીભે ચર્ચાના ચકડોળે ચડયો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here