વલસાડ: ગતરોજ સાંજે 15 દિવસ પહેલા જ નાયબ મામલતદાર તરીકેથી નિવૃત્ત થયેલા વલસાડના 58 વર્ષીય પ્રવીણભાઈ પટેલે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના બહાર આવી છે જેને લઈને સમગ્ર પંથકમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે.
Decision News એ મેળવેલી જાણકારી મુજબ વલસાડના વશીયર ગામે ગાંગલી ફળિયા નજીક તિથલ લશ્કરી રોડ પર આ ઘટના બની હતી. પ્રવીણભાઈ તેમની GJ-15-BQ-6583 નબરની બાઈક લઈ સાંજે રેલવે સ્ટેશન ઓવરબ્રિજ નીચે આવ્યા અને ત્યાં તેમણે આવતી ટ્રેન નીચે પડતું મૂકી દીધું હતું. બાદમાં આ ઘટના વિષે ટ્રેનના ડ્રાઈવરે સ્ટેશન માસ્ટરને જાણ કરી હતી.
સ્ટેશન માસ્ટરે વલસાડ GRP અને RPF પોલીસને માહિતી આપી હતી. સેવાભાવી એમ્બ્યુલન્સ ચાલક સાગરભાઈ પટેલ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. પ્રવીણભાઈ અબ્રામા પ્રમુખ શિવાલય ખાતે રહેતા હતા. તેમના આ પગલાંનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

