સુરત: પરીયા પ્રાથમિક શાળામાં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં ગામના સરપંચ અનિરુધ્ધસિંહ ગોહિલ અને પંચાયત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
લુથરા ગ્રુપ કંપનીના પ્રોજેક્ટ મેનેજર વિનોદ એલ. સુરતી અને પ્રોજેક્ટ ઓફિસર સતેન્દ્ર જરીવાલાએ શાળાને મહત્વપૂર્ણ ભેટ આપી. કંપની તરફથી શાળાને વોલ ક્લોક, બાંકડા અને ગાર્ડનિંગ માટે ઘાસ કટીંગ મશીન આપવાની જાહેરાત કરવામાં આવી.
Decision News ને મળેલી માહિતી મુજબ કાર્યક્રમ દરમિયાન બાળકોને નાસ્તાના પેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય હર્ષદકુમાર પંચાલે આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમમાં ગ્રામજનોની ઉત્સાહભેર ભાગીદારી જોવા મળી હતી.

