ધરમપુર: દક્ષિણ ગુજરાતમાં પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને લઈને ધરમપુરમાં રેલી અને સભામાં કેશવભાઈ જાધવ બોલે છે કે અહીં આદિવાસી સમાજની વાત છે, કોઈ પાર્ટીની વાત નથી પણ કોણ જાણે અમુક મીડિયા ભાજપના નેતા સાબિત કરવામાં મંડી પડ્યા છે પણ એ કોઈ નથી કહેતું ભાજપના નેતા પહેલા આદિવાસી સમાજનો આગેવાન છે..
Decision News એ કરેલું સ્થાનિક રિપોર્ટિંગ મુજબ રેલીમાં વલસાડ, તાપી, ડાંગ અને નવસારી જિલ્લાના આદિવાસીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. રેલી દરમિયાન કેશવ જાધવે મંચ પરથી નિવેદન આપતા કહ્યું, “અહીં આદિવાસી સમાજની વાત છે, કોઈ પાર્ટીની વાત નથી. અમે સરકાર સામે સંઘર્ષ કર્યો છે અને જ્યાં સુધી ડેમ નહીં હટે ત્યાં સુધી લડતા રહીશું.” એમાં ખોટી શું છે। કેશવ જાદવ આદિવાસી લોક આગેવાન છે. તેઓ સમાજનું નેતૃત્વ કરે છે. સમાજના લોકો માટે કામ કરે છે.
અમુક રિપોર્ટરો માધ્યમમાં લખે કે બોલે છે કે કેશવ જાધવ ભાજપના મહિલા નેતાના પતિ છે, પણ કેશવની પત્ની ભાજપના જિલ્લા પંચાયત સભ્ય પહેલા આદિવાસી સમાજની દીકરી છે તે તો જુઓ..અને આ રેલી આદિવાસી સમાજ ની હતી અને કોંગ્રેસના કે ભાજપના ઘણા આગેવાનો જોડાયા હતા. ધરમપુરની પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટના વિરોધની રેલી આદિવાસી સમાજ હતી જેને કોંગ્રેસની રેલી સાબિત કરવા અમુક મીડિયા કેમ મંડી પડ્યું છે ? લોકો એવી ચર્ચા કરી રહ્યા છે. લોકો કહે છે કે ભાજપના અમુક આગેવાનો બોવવા છતા રેલીમાં સમર્થનમાં નથી આવતા એમાં આદિવાસી સમાજના જે ડેમના સંભવિત અસર ગ્રસ્ત લોકોનું શું ભૂલ.. ધરમપુરની રેલીમાં ભાજપના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના બધા જ આદિવાસી આગેવાનો આવ્યા હતા.. શું આદિવાસી આગેવાનોનું અસ્તિત્વ પાર્ટી થી જ છે કે સમાજનું કોઈ વેલ્યુ છે કે નહીં, અને બીજું સાંસદ ધવલ પટેલ કે ધારાસભ્ય અનંત પટેલ પહેલા આદિવાસી સમાજના છે પછી કોઈ પાર્ટી કે પક્ષના છે. હા પાછું એ પણ સત્ય છે કે સમાજના નામ પર મોટી સંસ્થાઓ અને ટ્ર્સ્ટો ઊભા કરીને મોટા હોદ્દા ઉપર બેસી સમાજના લોકોને મુશ્કેલી સમયે દેખાતા નથી.. એટલે હવે લોકોએ પોતાના દમ પર જ લડત લડવાનું મન બનાવી લેવું પડશે.. બાકી બીજો કોઈ ઉપાય હાલમાં દેખાતો નથી.

