વલસાડ: વલસાડ તાલુકાના ધમડાચી APMC માર્કેટ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી. કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે ધ્વજવંદન કર્યું હતું. આ પ્રસંગે તેમણે આઝાદીના 79માં પર્વની સાથે પારસી સમાજના પટેટી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.

કાર્યક્રમમાં સશસ્ત્ર પોલીસ જવાનોની પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિની ભાવના દર્શાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મનહર પટેલ, જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા અને SP ડો. કરનરાજ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા, વલસાડના ધારાસભ્ય ભરતભાઇ પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ અને કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી પણ હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, પ્રબુદ્ધ નાગરિકો અને આગેવાનોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here