નવસારી: નવસારી શહેરમાં ગત બુધવારના રોજ રાત્રિએ અચાનક વીજપ્રવાહ વધી જવાના કારણે અનેક વિસ્તારોમાં રહેવાસીઓના ઘરોમાં કિંમતી વીજ ઉપકરણો બળી જવાની ઘટના સામે આવી છે. મોડી રાત્રે અચાનક જ હાઇ વોલ્ટેજ થતા ફ્રિઝ, ટેલિવિઝન, એરકંડિશનર અને અન્ય ઉપકરણોમાં શોર્ટસર્કિટ થયું હતું, જેના કારણે લોકોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જેના વળતર અંગે ફરિયાદ પણ કરી છે.

નવસારી શહેર ડીજીવીસીએલ વેસ્ટ વિભાગમાં ગાર્ડન વ્યુ રેસીડેન્સી, અનેક સોસાયટીઓમા ગત બુધવારના રોજ રાત્રિના 1:30થી 2:30 અરસામાં અચાનક વીજ પ્રવાહમાં ભારે વધારો થયો હતો.જે સમયે મોટાભાગના લોકો ઘરોમાં સૂઈ રહ્યા હતા, તે સમયે જ આ ઘટના બની હતી. અચાનક જ ઘરોમાં વિચિત્ર અવાજો સાથે વીજ ઉપકરણોમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો અને કેટલાક ઉપકરણોમાં તો નાના-મોટા ધડાકા પણ થયા હતા. જેને લઇ લોકો જાગી ગયા હતા. તેમના વીજ ઉપકરણો ફૂંકાઈ ગયા હતા.

રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ મારા ઘરના ફ્રિઝ અને ટીવીમાંથી અચાનક અવાજ આવ્યો અને તે બંધ થઈ ગયા હતા. સવારે તપાસ કરતા જાણ થઈ કે બન્ને ઉપકરણો હાઈ વોલ્ટેજને કારણે બળી ગયા છે. અમારા જેવા મધ્યમવર્ગીય પરિવારો માટે આ એક મોટો આર્થિક ફટકો છે. આવી જ ફરિયાદ અન્ય વિસ્તારોમાંથી પણ ઉઠી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here