નવસારી: ખેરગામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પાણીખડક ચાર રસ્તા નજીક ગત સોમવારે બપોરે ઈકો ગાડી બેફામ બનતા ત્રણ વાહનને અડફેટે લીધા હતા,જેમાં બાઇક ઉપર સવારને ઇજા પહોંચી હતી.
ખેરગામના પાણીખડક ચાર રસ્તા વિસ્તારમાંથી બુધવારે બપોરે દોઢેક વાગ્યાના અરસામાં મારુતિ ઇકો રોંગ સાઇડમાં પુરઝડપે હંકારી આવી રહ્યો હતો.દરમિયાન મોપેડ મો.સા નં.(GJ-15-BF-4851)ને તથા આગળ ચાલતી મોપેડ મો.સા નં.(GJ-21-BD-9955), તેનાથી આગળ ચાલતી બાઈક નં.(GJ-15-AG-7062)ને વારાફરતી અકસ્માત કર્યો હતો.
આ બનાવમાં મોપેડ ચાલક ફરિયાદી નીતીનભાઇ માહલા, બાઈક ચાલક ધનેશભાઇ અને પત્ની સુરેખાબેનને, ભાભી રેખાબેન ઇજા પહોંચી હતી. તથા મોપેડ મો.સા નં.(GJ-21-BD-9955) ઉપર સવાર ચંદુભાઇને શરીરે સામાન્ય ઇજા તથા સાથે સવાર નવનીતભાઇને ઇજા પહોંચાડી ઇકો ગાડીનો ચાલક ત્યાંથી પોતાની ઇકો ગાડી લઇ નાસી ગયો હતો.આ મામલે નીતિનભાઈ સુરેશભાઈ પટેલે પોલીસ મથકે ફરિયાદ કરી છે.

